|
ગઢપુર દાદાના દરબારગઢમાં જયેશભાઇ ટાંક રાજકોટ દ્વારા
સ્વા.છપૈયાપ્રકાશદાસજી ના વકતા પદે ભાગવત પારાયણ
સર્વ અવતારના અવતારી સર્વોપરી ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણે
ગઢપુરને અક્ષરધામનું મધ્ય કહિ પોતાના અંગે અંગનું માપ સ્વ સ્વરૂપ
શ્રી ગોપીનાથજીમહારાજની સ્થાપના સ્વ હસ્તે કરી તે ગઢપુર પતિ
શ્રી ગોપીનાથજીમહારાજના પરમ સાનિધ્યમાં દાદાખાચરના દરબારગઢમાં
શ્રીદામજીભાઇ લાલજીભાઇ ટાંક તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રી
જયેશભાઇ દામજીભાઇ ટાંક રાજકોટ ના યજમાન પદે સવંત ૨૦૬૬ ના કારતક
વદ-૯ થી ૩૦ તા.૧૦-૧૧-૨૦૦૯ મંગળવાર થી ૧૬-૧૧-૨૦૦૯ સોમવાર સુધી
શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ ગઢપુરના
શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજીના વકતાપદે થયુ હતુ સંહિતાપાઠનું વાંચન
પ.પુ.પુરાણી સ્વા.કૃષ્ણસેવાદાસજી એ કર્યુ હતું.
|