|
ભગવાન શ્રી હરિના સ્વમુખે પ્રગટ થયેલ ષડાક્ષર
“
શ્રી સ્વામિનારાયણ
”
મહામંત્રના પ્રાગટ્યને ૨૦૮ વર્ષ થતા પ.પુ.ધ.ધુ.૧૦૦૮
શ્રી આચાર્ય પ્રવર ધર્મકુળ મુગટમણી ધર્મમાર્તંડ
આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની
આશિર્વાદાત્મક આજ્ઞાથી શ્રી લક્ષ્મીનારાયણદેવ
પીઠસ્થાન અંતર્ગત વડતાલ,
ધોલેરા,
જુનાગઢ તેમજ દેશ-વિદેશમાં વસતા સમસ્ત ધર્મકુળ આશ્રિત
સત્સંગ સમાજ વતી શ્રી સ્વામિનારાયણ મંદિર(મુખ્ય)
દ્વારા વર્ષ ૨૦૦૯
-
૧૦ ને આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર
મહોત્સવ તરીકે ઊજવીને આ દિવ્ય મહામંત્રના
૨૦૮ કરોડ મંત્રલેખનનું મહાભગીરથ કાર્ય તા.૨૩-૧૨-૨૦૦૮
માગશર વદ-૧૧ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઊદ્ઘોષણા
દિનના શુભ દિવસે શ્રી હરિકૃષ્ણમહારાજ શ્રી
લક્ષ્મીનારાયણદેવની છત્રછાયામાં વડતાલ રધુવીરવાડીમાં
પ.પૂ.૧૦૮ ભાવિઆચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજની
નિશ્રામાં ભવ્યાતી ભવ્ય રીતે પ્રારંભ થયો જેને ૧
વર્ષ થતા ગઢપુરમાં ૨૪ કલાક અખંડ ધુન તા ૧૨-૧૨-૨૦૦૯
ના રોજ દાદાખાચરના દરબારગઢમાં રાખવામાં આવી હતી.
આજથી શરૂ થતા મહામંત્રના ૨૦૯ માં વર્ષમાં
૧૫૭ કરોડ મંત્ર લેખન થશે કુલ ૩૬૫ કરોડ મંત્ર લખાશે
જેનો દિવ્ય મહા મહોત્સવ તા.૨૩-૧૨-થી ૨૯-૧૨-૨૦૧૦ માં
ગઢપુરમાં ભવ્યતાથી ઊજવાશે આ મહોત્સવમાં સહભાગી બની
કૃતાર્થ થવા સારાએ સત્સંગ સમાજને ભાવભીનું આમંત્રણ
છે. |