(( ઓનલાઇન રેડીયો ))                                                                                                                                                                                                  |   ગુજરાતી   |   English   |   હિન્‍દી   |

 

અક્ષરધામ શ્રી ગઢપુર દર્શન

 


મુખ્‍ય ગેટ (પ્રવેશ દ્વાર)

આ મંદિર માટે સંતહરિભકતોએ, શ્રીજી મહારાજે પોતાના સોનેરી પાઘઉપર પથ્‍થર ઉપાડયા છે. આ મંદિરના પાયામાં મુલમાને પથ્‍થર નાખ્‍યો હતો તેને શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવ્‍યા હતા.
ગઢપુરનું મંદિર સ્‍વયં બનાવતા શ્રીહરિ

આ મંદિરનું ખાતમુહૂત વિ.સંવત ૧૮૮૧ના જેઠસુદ ૮મે શ્રી હરિએ સ્‍વહસ્‍તે કર્યું પછી દાદાએ પૂછયુ મંદિર કેવું થશે ? પછી શ્રીજી મહારાજે દાદા ખાચરને રાત્રે બે વાગ્‍યે બોલાવીને સોનાનું મંદિર બતાવ્‍યું હતું અને તેને અદ્રશ્‍ય કરી દીધુ હતુ તેવા જ આકારનું બે માળનું સુંદર આ મંદિરનું નિર્માણ થયેલ.
મુખ્‍ય મંદિર
દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની પાસેના ઓરડામાં ભગવાન શ્રીહરિ પોતાના અંગે અંગનું માપ આપી શ્રી ગોપીનાથજી મહારાજની મુર્તિ નારાયણજીભાઇ પાસે કરાવે છે.
શ્રી ગોપીનાથજી મહારાજનું સ્‍વરુપ બનાવતા શ્રીહરિ
અષાઢી સંવત ૧૮૮પ વિક્રમ સંવત ૧૮૮૪ આસો સુદ ૧૨ના રોજ સ્‍વયં શ્રીહરિ શ્રી ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધીકાજીની પ્રતિષ્‍ઠાની આરતી ઉતારે છે. આસો સુદ ૧૨ એટલે શ્રી હરિનો શ્રી ગોપીનાથજી મહાચરાજના રુપે અર્ચાવતારનો પ્રાગટય દિન.
પ્રતિષ્‍ઠાની આરતી ઉતારતા શ્રીહરિ
શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં આ શ્રીહરિકૃષ્‍ણ મહારાજની મુર્તિ છે. તે શ્રી મોટીબા (જીવુબા) એ શ્રીરઘુવીરજી મહારાજને હસ્‍તે સં. ૧૯૧૬ ફાગણ સુદ-પ ના રોજ પધરાવી છે.
શ્રી હરિકૃષ્‍ણમહારાજ
શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ શ્રી વાસુદેવ નારાયણની મુર્તિ શ્રીહરિના સંકલ્‍પથી શ્ર્વેતદિપના મુકતો લાવેલા તે પ્રથમ દરબારગઢમાં પધરાવી હતી પછી મંદિરમાં અહિં ધર્મપિતા ત્‍થા ભકિતમાતાની મૂર્તિની સાથે શ્રીજી મહારાજે સ્‍વહસ્‍તે પધરાવી છે.
શ્રી વાસુદેવનારાયણ, શ્રીધર્મદેવ, શ્રી ભકિતમાતા
આ શ્રી લાલજી મહારાજનું પુજન મોટીબા તથા લાડુબા કરતા હતા ત્‍યારે એભલ ખાચરે પૂજા કરવાની ના કહી અને કહ્યું મને પરચો બતાવે તો હું માનું. ત્‍યારે મોટીબાએ આ લાલજી મહારાજને દૂધ ધરાવ્‍યું તે દુધ લાલજી મહારાજ પી ગયા અને એભલ ખાચરના પગમાં કટોરાનો ઘા કર્યો તેવા પ્રસાદીના લાલજી મહારાજ આજે ધર્મભકિત પાસે સોનાના સિંહાસનમાં બિરાજે છે.
શ્રી લાલજી મહારાજ
આ ખંડમાં પહેલા એકલા સૂર્યનારાયણ ભગવાન સાત મુખવાળા ઘોડાના રથમાં બિરાજમાન હતા. શ્રી રઘુવીરજી મહારાજે આ ખંડમાં શ્રીકૃષ્‍ણ શ્રી બળદેવજી, શ્રી રાધીકાજીની મુર્તિ સંવત ૧૯૧૬માં પધરાવેલી છે. અને શ્રી સૂર્યનારાયણના રથ આનંદભુવનમાં પધરાવેલો છે.
શ્રી સૂર્યનારાયણ, શ્રીકૃષ્‍ણ, બળદેવજી, રેવતીજી
આ ચતુર્ભુજ ગણપતિની મૂર્તિ શ્રીજી મહારાજે સ્‍વયં પ્રસ્‍થાપિત કરી છે. આ મૂર્તિ શ્રી સૂર્યનારાયણના દેરાને અડીને પૂર્વાભિમુખે આવેલી છે.
શ્રી ગણપતિજી
શ્રી ધર્મદેવના દેરા પાસે આ શ્રી હનુમાનજીની મુર્તિ શ્રીજી મહારાજે સ્‍વયં પધરાવી છે.
શ્રી હનુમાનજી
આ સુખશૈયાના પલંગમાં શ્રીજી મહારાજ સુખશાંતિપૂર્વક એકાંતમાં પોઢતા અને આ પલંગમાં શ્રીજી મહારાજની મૂ‍ર્તિ છે તે શ્રીજી મહારાજની પ્રસાદીની છે.
સુખશૈયા
સુખશૈયાના દરવાના પાસે શ્રીજી મહારાજે પોતાના હસ્‍તે હનુમાનજી પધરાવી પોતે આરતી ઉતારી છે.
શ્રી સંકટહર હનુમાનજી
આ શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડી છે. ફરતી રુપેરી ઘુઘરીઓ છે. તેના અવાજની લકોને સમાધી થતી હતી. તે સવં હરિભકતોના દર્શન માટે સુખશૈયામાં પધરાવેલી છે.
ચાખડી
આ ગણપતિજીની ભવ્‍ય મૂર્તિ શ્રી ગોપીનાથજીદેવના મંદિરમાં પ્રદક્ષિણામાં પધરાવવામાં આવી છે.
શ્રી ગણપતિજી
શ્રી ગોપીનાથજીદેવના મંદિરની પ્રદક્ષિણામાં મુખ્‍ય દરવાજા તરફ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીની ભવ્‍ય મૂર્તિ પધરાવેલ છે.
શ્રી હનુમાનજી
પ્રદક્ષિણાના આ ગોખમાં શ્રીજી મહારાજ ઘણીવાર બીરાજમાન થયેલા અને અનેક ચમત્‍કારો બતાવેલા છે. શ્રી રામપ્રતાપભાઇને ચતુર્ભુજ રુપે શ્રીજી મહારાજે આ ગોખમાંથી દર્શન આપેલ છે. ત્‍યાં ચરણાર્વિંદ છે.
ચરણાર્વિંદ ગોખમાં
મુખ્‍ય મંદિરના દરવાજામાં પ્રવેશતા ડાબી બાજુ અને જમણી બે બાજુ પથ્‍થરના સિંહ શ્રી હરિએ પાસે બેસી કોતરાવેલા છે. શ્રીહરિને આખમાં કાંકરી પડતા સિંહ ઘડનાર કડિયાએ કાઢી તેને નૃસિંહરુપે દર્શન આપેલા આ બને સિંહ ઉપર શ્રીહરિ બિરાજેલા છે ને માથે હાથ પણ મુકેલ છે.
પ્રસાદીના સિંહ
પ્રદક્ષિણાના આનંદભુવનમાં આ શ્રી ઘનશ્‍યામ મહારાજની મૂર્તિ પ્રેમી હરિભકતોના દર્શન માટે પધરાવી છે. તે શ્રીજી મહારાજું બાળસ્‍વરુપ છે. આ આનંદ ભુવનમાં શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્‍તુનો સંગ્રહ છે.
શ્રી ઘનશ્‍યામ મહારાજ
શ્રીજી મહારાજને દર્શને ગઢપુરમાં દેશોદેશથી હરિભકતો આવતા અને શ્રીજી મહારાજને રુપિયા ભેટ ધરતા. આ રુપિયા પ્રસાદીના જાણી આનંદભુવનમાં શ્રી ઘનશ્‍યામ મહારાજ પાસે રાખ્‍યા છે.
પ્રસાદીના પૈસા
આ ચિત્રમાં પ્રસાદીની થાળી, વાટકો અને ચંબુ છે એનો શ્રીજી મહારાજ જમતી વખતે ઉપયોગ કરતા તેથી અમુલ્‍ય પ્રસાદીના જાણી આનંદભુવનમાં હરિભકતોના દર્શન માટે રાખેલ છે. સાથે બોકસમાં મોટીબાએ શ્રી લાલજી મહારાજને દુધ આપેલ તે કટોરો છે.
પ્રસાદીના થાળી,વાટકો,જળ
આ ચિત્રમાં જે બે તલવાર છે તેમાં એક મહાશુરવીર શ્રીજી મહારાજના અંગરક્ષક ભગુજીની છ જે તલવાર ખબડમતારોને જનોઇવાઢ ઘા મારીને કાપી નાખ્‍યો હતો, તે તલવાર છે. અને બીજી તલવાર ખબડમતારની છે. ઉપર જે લોખંઠનો શિરટોપ છે તે શ્રીજી મહારાજની પ્રસાદીનો છે. અને સાથે શ્રીજી મહારાજે જુદા જુદા વખતે શસ્‍ત્રો ધરેલા તે પ્રસાદીનાં છે.
પ્રસાદીના શસ્‍ત્રો
શ્રીજી મહારાજ જયારે સત્‍સંગમાં જીવોના કલ્‍યાણાર્થે વિચરણ કરતા ત્‍યારે પ્રેમી ભકતો અતિભાવથી પોતાની કલાકારીગરી કરીને પોતાના ઇષ્‍ટદેવ માટે મોજડી સીવડાવીને આનંદ અનુભવતા. તે પ્રસાદીની મોજડી.
શ્રીહરિની મોજડી
તેહ સારુ છાપી દીધાં ચરણ રે, જે છે મોટાં સુખના કરણ રે, ચરણ ચિંતવે ચિહન સહિત રે, વળી પૂજે કોઇ કરી પ્રીત રે,, પોતાના ભકતો ઉપર રાજી થઇ  શ્રી હરિએ વસ્‍ત્ર અથવા કાગળ ઉપર પોતાના ચરણ કંકુવડે કરીને પાડી આપ્‍યા તે પ્રસાદીના આ ચરણાર્વિંદ છે.
પ્રસાદીના ચરણાર્વિંદ
આ ચિત્રમાં શ્રીહરિની પ્રસાદીની માળા, બેરખા, મણકા, દાતણ કેરીની ગોટલી આદિ શ્રી હરિના ઉપયોગમાં આવેલી વસ્‍તુ છે.
પ્રસાદીની વસ્‍તુ
આ ભગવાનશ્રી સ્‍વામિનારાયણના નખ કેશ છે. તે નિર્ગુણ છે. જેના સ્‍પર્શના પાણીથી ગમુ તેવા રોગી પણ સારા થઇ જાય છે. એવા શ્રી હરિના પોતાના નખકેશ છે. સાથે શ્રી કુશળકુંવરબાએ આપેલ પ્રસાદીનો મુગટ છે.
શ્રીહરિના નખ,કેશ
સ્‍વામિનારાયણ સંપ્રદાયની સૌ પ્રથમ મૂર્તિ કચ્‍છના નારાયણજીભાઇ બનાવતા હતા ત્‍યારે ઓશિકા નીચે રાખીને સૂતા. ત્‍યારે શ્રીજી મહારાજે કહ્યું, આ મૂર્તિમાં મારો સાક્ષાત વાસ છે. માટે ઓસીકા નીચે મુકાઇ નહી.
સંપ્રદાયની પ્રથમમૂર્તિ
આ ચિત્રમાં મહારાજનો પ્રસાદીનો જામો, સુરવાળ, ટોપીઓ વગેરે છે. શ્રીજી મહારાજ જુદા જુદા ઉત્‍સવો ઉપર આવા વસ્‍ત્રો ધારણ કરતાં તે વસ્‍ત્રો ધારણ કરીને હરિભકતોને પ્રસાદી તરીકે આપ્‍યાં હતાં તે આનંદ ભુવનમાં પધરાવ્‍યા છે.
શ્રીહરિએ ધારણ કરેલ ટોપી
આ ચીત્રમાં શ્રીજી મહારાજે સ્‍પર્શ કરેલી અને પ્રેમાનંદ સ્‍વામી ત્‍થા મુકતાનંદ સ્‍વામીએ વગાડેલી સારંગી પ્રસાદીની છે, શ્રીજી મહારાજ જયારે દેશ દેશના હરી ભકતોની સભા કરી બીરાજતા ત્‍યારે સંતો આ વાંજીત્રો લઇ કિર્તન કરતા.
સંગીત સાધન
આ ચીત્રમાં શ્રીજી મહારાજે સ્‍પર્શ કરેલી અને પ્રેમાનંદ સ્‍વામી ત્‍થા મુકતાનંદ સ્‍વામીએ વગાડેલી સારંગી પ્રસાદીની છે, શ્રીજી મહારાજ જયારે દેશ દેશના હરી ભકતોની સભા કરી બીરાજતા ત્‍યારે સંતો આ વાંજીત્રો લઇ કિર્તન કરતા.
ચોકમાં છત્રીની જાયગા (ઉતારા)
અહી શ્રી દાદા ખાચરનાં બહેન પાંચુબાના ઓરડા હતા ને તેમાં શ્રીજી મહારાજ જમવા પધારતા અને એક વખત શ્રીજી મહારાજે દહીનું વલોણું કરેલું છે. તેવા મહાનપ્રસાદીના સ્‍નાન ઉપર છત્રી કરાવી શ્રીજી ચરણ પધરાવેલ છે.
છત્રી
લીંબુતરુ દરબારગઢના ચોકમાં એભલ ખાચરે રોપેલો છે જેની નીચે સાક્ષાત્ શ્રીહરિએ અનેક લીલાઓ કરી છે. અને ગઢડા પ્રથમનું વચનામૃત ૧૪,૩૨, (બીજી સભા) ૩પ, ૩૬, ૩૭, ૩૯, ૪૦, ૬૮, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૭, ૪૮, ૪૯, ૬૧, ૬૮, ૭૪, ૭પ અને ગઢડા મધ્‍યનું ૧૧ આદિ અનેક વચનામૃતો કહેલ છે.
શ્રી લીંબુતરુ
શ્રીજી મહારાજે પોતે આથમણા ઓરડા, પાસે રહીને ચણાવ્‍યા છે. અને પોતે પણ કોઇ વાર ગાર કરતા અને નળિયા આપતા હતા. આ પ્રસાદીનો દરબારગઢ છે. અને શ્રીજી મહારાજે અહીં ઘણી વાર સંત-હરિભકતોની સભા ભરી છે. અને ૩૪ વચનામૃતોનું પાન કરાવ્‍યું છે આ ઓરડાને બંને બાજુ ઓસરી છે.
આથમણાબારના ઓરડા
આ ઉત્તરાદા બારનાં ઓરડામાં શ્રીજીમહારાજ ઘણીવાર સભાઓ કરતાં. અહીં છાશ પણ તાણી છે. આ ઓરડાની ઓસરીએ પગથિયાં પાસે ઉગમણી જે થાંભલી છે ત્‍યા બેસીને શ્રીજી મહારાજે ગ.મ. ૧૩ તથા ૩૧ વચનામૃત કહ્યું છે. આ ઓરડામાં વાસુદેવ નારાયણનો ઓરડો છે.
ઉતરાદાબારના ઓરડા
આ ઉગમણા બારના ઓરડા શ્રીજી મહારાજે પોતે, સાથે રહીને બંધાવેલ છે, તેનું વાસ્‍તુ પણ પોતે કરાવ્‍યું હતું એક ઓરડામાં મોટીબા રહેતાં હતા. આ ઓરડામાં અતિશ્ર્વેત એવું તેજ બતાવ્‍યું હતુ તે તેજ જોઇ ભકતો આશ્ર્ચર્ય પામ્‍યા હતા. સાથેના ઓરડામાં લાડુબા રહેતાં હતા.
ઉગમણાબારના ઓરડા
આ રંગત પાટ દાદાખાચરના કારભારી હરજી ઠકકરના માતુશ્રી જાનબાઇના આગ્રહથી સુરત બંદરેથી વહાણમાં ભાવનગર લાવી ત્‍યાં ગાડામાર્ગે ગઢપુર લાવી કાયમી સંભારણા તરીકે હરજી ઠકકરે શ્રીજી મહારાજને ભેટ ધરેલી છે. જેમાં શ્રીહરિ અનેક વાર બિરાજયા છે. આ રંગતપાટ વાસુદેવ નારાયણના ઓરડામાં છે.
રંગત પાટ
આ ચિત્રમાં મહામુકત દાદાખાચરના દરબારગઢમાં સુંદર સાંકળોવાળો પ્રસાદીનો ઢોલિયો ઉગમણા દ્વારના ઓરડામાં રાખેલ છે. આ મનોહર ઢોલિયે બેસી શ્રીજી મહારાજે ઘણી વખત કથાવાર્તા કરેલી છે.
ખાટ
આ ચિત્રમાં જે હીંડોળાપલંગ દેખાય છે તે દાદા ખાચરના દરબારગઢમાં ઉગમણા દ્વારના ઓરડામાં છે. આ પલંગમાં શ્રીજી મહારાજઘણી વખત પોઢેલા હતા.
ખાટ
પ્રગટ પરબ્રહ્મ શ્રી સ્‍વામિનારાયણ ભગવાને દરબારગઢમાં એકાંત જગ્‍યામાં આ ઓરડીમાં કાયમી નિવાસ કર્યો તેથી આ ઘર અતિ અલૌકિક છે. અહી ૨૨ વચનામૃતો કહ્યાં છે.
અક્ષર ઓરડી
આ ગંગાજળીયો કુવો શ્રીહરિએ પાર્ષદો પાસે ખોદાવયો હતો તે અક્ષરઓરડી પાસે આવેલો છે ને આ કૂવાના પાણીથી શ્રીજી મહારાજ સ્‍નાન કરતા હતા અહીં ગ.મ.નુ.૬૭ મું વચનામૃત કહ્યું છે.
ગંગાજળીયો કુવો
શ્રી હરિએ ગઢપુર મંદિરના પાયા પાતળ પાયા કર્યાં છે. મંદિર ચણતા વખતે નીચે આવેલ પાણીનો આ કૂવો તે નારાયણ લહેરી કુવાના નામથી ઓળખાય છે. તે મંદિર નીચે ઓફિસના સામેના ભાગે છે.
શ્રી નારાયણ લહેરી કુવો
આ ચિત્રમાં ઉન્‍મત ગંગાનું સૌથી પવિત્ર સ્‍નાન છે. શ્રીજી મહારાજ ૨૮ વર્ષ પર્યત ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યાં તેમાં નિત્‍ય પાંચસો પરમહંસો તથા સખા અને હરિભકતો સાથે અહીં સ્‍નાન કરવા પધારતા. અને લીલાઓ અહીં કરેલી છે, અનેક ચમત્‍કારો બતાવેલા છે.
ઘેલાનદી (ઉન્‍મત ગંગા)
આ શ્રાદ્ધકુટિર ઘેલાનદીના કાઠે આવેલ છે. અહી શ્રી ગોપીનાથજી દેવ મંદિરની પાવતી મેળવીને નારાયણ બલી, તીર્થશ્રાદ્ધ, પિતૃતર્પણ, અસ્થિવિસર્જન તથા દરેક પ્રકારની શ્રાદ્ધવિધિ અને ધાર્મિક કર્મકાંડ કરવામાં આવે છે.
શ્રાધ્‍ધ કુટિર
શ્રીજી મહારાજના સમયમાં અહી તુલસીનું વન હતું અને શ્રીજી મહારાજ તે  અતિપ્રિય હતું અહીં જ નિત્‍યાનંદ સ્‍વામીનું આસન હતું આ જગ્‍યાએ શ્રીજી મહારાજનો અગ્નિસંસ્‍કાર કર્યો હતો. ત્‍યાં આ સ્‍મૃતિ મંદિર છે. આ સ્‍થાન જગન્‍નાથપુરી સમાન છે.
સ્‍મૃતિ મંદિર (લક્ષ્‍મીવાડી)
આ ચિત્રમાં લક્ષ્‍મીવાડીમાં જયાં શ્રીજી મહારાજનો અગ્નિસંસ્‍કાર કર્યો હતો તે જગ્‍યાએ સ.ગુ.નિત્‍યાનંદસ્‍વામિએ મંદિર બાંધ્‍યું છે તેમાં આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે સંવત ૧૯૪૯ ફાગણ વદ-૧ના રોજ શ્રી ઇચ્‍છારામજીભાઇ, શ્રી સહજાનંદ સ્‍વામી, શ્રી રઘુવીરજીમહારાજની મૂર્તિઓ પધરાવી છે.
શ્રી ઇચ્‍છારામજી,શ્રી સહજાનંદ સ્‍વામી,શ્રી રઘુવીરજી મહારાજ
આ ચરણાર્વિંદ નીચે શ્રીજી મહારાજના અસ્થિ છે. તેની ઉપર સ.ગુ.નિષ્‍કુળાનંદસ્‍વામીએ ચરણાર્વિંદ બનાવીને પધરાવ્‍યા છે. જેમાં શ્રીજી મહારાજના પ્રસાદીના પથ્‍થરા પર સમુદ્રિક શાસ્‍ત્રોમાં વર્ણવેલા સોળે ચિહ્નનાં દર્શન થાય છે.
ચરણાર્વિંદ
ભગવાન શ્રીસ્‍વામિનારાયણની માણકી ઘોડી ગરુડજીનો અવતાર મનાય છે. મહારાજ સ્‍વધામ પધાર્યા ત્‍યારથી અન્‍ન-જળ મૂકી લઇ શ્રીજી મહારાજના તેરમાના દિવસે જ માણકી ઘોડીએ પ્રાણ ત્‍યાગ કરી દીધો તે માણકીનો આ ઓટો છે.
માણકીઘાટીનો ઓટો
આ જગ્‍યાએ શ્રી જીવુંબા(મોટીબા)નો અગ્નિસંસ્‍કાર કરેલો છે. જીવુંબા લક્ષ્‍મીજીના અવતાર હતા તેથી તેમના નામે આ વાડી લક્ષ્‍મીવાડી તરીકે ઓળખાય છે. આલ આ મોટીબાની માનતા થી અને બહેનોના દુઃખ દૂર થાય છે.
મોટીબાનો ઓટો
લક્ષ્‍મીવાડીમાં પ્રસાદીની આ ઓરડી સ.ગુ.નિષ્‍કુળાનંદ સ્‍વામીએ બાંધેલી છે. શ્રીજી મહારાજ બપોરે અહીં પોઢતા, નિષ્‍કુળાનંદ સ્‍વામીએ “ભકતચિંતામણી” આ સ્‍થળે લખી હતી. અને શ્રીજી મહારાજની અંતર્ધાનલીલા વખતે તે વિમાન અહી મૂકવામાં આવ્‍યું હતું.
શ્રીનિષ્‍કૃળાનંદ સ્‍વામીની ઓરડી
લક્ષ્‍મીવાડીમાં આ બોરસલીના વૃક્ષનો છોડવો ગવૈયા સ.ગુ.શ્રીપ્રેમાનંદસ્‍વામી વડતાલથી માથે ઉપાડીને આવેલા શ્રીહરિ અહી ઘણીવાર બિરાજેલા છે. શ્રી અયોધ્‍યા પ્રસાદજી મહારાજે કિર્તન લખ્‍યુ છે. “હરિમિલે બોરસલીકી છૈયા”
બોરસલીનું વૃક્ષ
લક્ષ્‍મીવાડીમાં અહી શ્રીજીમહારાજ હરિભકતોની સભા કરીને બિરાજતા. અહીં ડભોણીઓ આંબો હતો. તેની નીચે શ્રીહરિએ ગઢડા મ. ૧૦, ૨૧ (બીજી સભા) ૩૯ આદિ વચનામૃતોનું પાન કરાવ્‍યું છે. અહીં દાદા ખાચરને શ્રીહરિના અગ્નિ સંસ્‍કાર વખતે વિરહ થયો ત્‍યારે શ્રીજી મહારાજે ગુલાબનો હાર પહેરાવ્‍યો હતો.
બેઠક
લક્ષ્‍મીવાડીમાં આ જગ્‍યાએ શ્રીજી મહારાજ શરદપુર્ણિમાને દિવસે સંતો અને હરિભકતો સાથે રાસ રમેલા છે. અને જેટલાં સંત હરિભકતો હતા તેટલા રુપ ધારણ કરીને અપાર સુખ આપ્‍યુ હતુ અને રાજી થઇને સાકરના પાણી સૌને પાયા હતા.
રાસની છત્રી
એક વખત શ્રીજી મહારાજે લાડુબા અને મોટીબાને કહ્યું કે તમારે અમોને દૂધ પાવું હોય તો અમે જે ગાયનું દૂધધ પીએ છીએ તેને તમારે દરબારમાં રાખીને દાણ-પાણી આપવું તેથી શ્રીજી મહારાજ માટે ધમલ અને બાહોલ જાતીની ગાય ઘેર બાંધીને તેનું દુધ શ્રીજી મહારાજને આપતાં. તે ધલમ અને બાહોલ નામની ગાયોનો વંશ આ ચિત્રમાં દેખાય છે. હાલ તે લક્ષ્‍મીવાડીમાં ગૌશાળામાં છે.
ગૌશાળા
શ્રી લક્ષ્‍મીવાડીમાં પ્રસાદીનું સમીવૃક્ષ (ખીજડો) ને ઓટો છે. દશેરાને દિવસે શ્રીજી મહારાજ છડીસ્‍વારીએ અહી પધારતા અને ખીજડાનું પૂજન કરતા અને ઘોડા દોડાવતા તે વખતે આકાશમાંથી દેવો પુષ્‍પવૃષ્ટિ કરતા.
પ્રસાદીનું સીમ વૃક્ષ (ખીજડો)
ગઢડાથી ઉતર દિશામાં આ નાળીયેરો ડુંગરો છે તેમા શ્રીજી મહારાજ માણકી લઇને પધારતા ને ઘોડાની હરીફાઇ કરતા અને સંતો હરિભકતોની સભા થતી તે સ્‍થાને હાલ હનુમાનજી પધરાવ્‍યા છે. અહી જવાથી ભુજની યાત્રાનું ફળ શ્રીહરિએ કહેલું છે.
નાળીયેરી ઘાટ
અહી સચ્ચિદાનંદ સ્‍વામી વાડી બનાવીને ફળફુલ મહારાજને ધરાવત. મહારાજને સામૈયુ કરવા કે વળાવવા માટે સંત-હરિભકતો અહી સુધી આવતા એવું પવિત્ર સ્‍થાન છે. અહી શ્રી સિધ્‍ધે હનુમાનજી બિરાજે છે. સાથે શ્રીહરિએ પધરાવેલા શ્રી સુરેશ્ર્વર મહાદેવ દર્શન આપે છે.
રાધાવાવ (હનુમાનજી)
આ રાધાવાવ લાડુબાની વિનંતીથી શ્રીજી મહારાજે ગળાવેલી છે. લાડુબા શ્રી રાધિકાજીનો અવતાર હતા તેથી આ વાવનું નામ રાધાવાવ પડ્યું છે. આ વાવમાં મહારાજે સંતો સાથે ઘણીવાર સ્‍નાન કર્યું છે. આને અધર્મ સર્ગને જીવને જીતવા માટે સાત દિવસની છાવણી કરી હતી. અહીં અનિંદ્રાના રોગી મીર સાહેબને શાંતિ મળી અને ઉંઘ આવી હતી.
રાધાવાવ
શ્રીજી મહારાજે ભકિતબાગમાં અનેક વાર પધારીને ચમત્‍કારો બતાવ્‍યા છે. દાદાખાચરે રીજી મહારાજને પ્રાર્થના કરી કે જેટલીવાર જગ્‍યામાં ફરતા આંટો મારો તેટલી જગ્‍યા મંદિરના નિર્વાહ માટે તમને અર્પણ કરવી છે. આથી શ્રીજી મહારાજે જેટલી જગ્‍યામાં આંટો માર્યો તેટલી જમીન અર્પણ કરી, જમીન અર્પણ કરેલી તેનો દસ્‍તાવેજ આ જગ્‍યા ઉપર કરેલો, તે જગ્‍યાએ આ ઓટો કરાવ્‍યો છે બાજુમાં શ્રીહરિએ પધરાવેલા શ્રી અભયેશ્ર્વર મહાદેવજી છે.
ભકિતબાગ
દાદાખાચરે ભાદરવા સુદી જળજીલણી ૧૧ ને દિવસે ગોપીનાથજી મહારાજના થાળમાં ઘેલાનદી પાસે ઓરીયા છે તેની પાસેની બધી જમીન અર્પણ કરી છે. હાલ તે ભકિતબાગ નામે પ્રસિદ્ધ છે. અને ત્‍યાં ઓરીયાથી પૂર્વ દિશામાં ઇચ્‍છા રામજીમહારાજના અનુ બીજા મોટા સંતો રામદાસભાઇ, સ્‍વરુપાનંદ સ્‍વામી, મુકતાનંદ સ્‍વામી વગેરેના અગ્નિસંસ્‍કાર અહી કરેલા તે આ ધોળીયા ઓટા છે. શ્રીહરિએ કહ્યું હતું કે આ બીડની ભુમી મહા પવિત્ર છે.
સંતોના ઓટા (ઘાળીયાઆટા)
શ્રીજી મહારાજના પ્રસાદીના અને શ્રી એભલ ખાચરે પુજેલા ઘેલા નદીના કાંઠે શ્રી નિલકંઠ મહાદેવજી. પુરાણ પ્રસિધ્‍ધ શ્રી માંવ્‍યઋષિ આ ઘેલાનદીને કાંઠેજ વસતા હતા.હાલ જયાં માંડવધાર ગામ છે ત્‍યાં માંડવ્‍યઋષિની પ્રાચિન ગુફા મોજુદ છે. એ માંઠવ્‍યઋષિ જે મહાદેવની પૂજા કરતા હતા તે આ નિલકંઠ મહાદેવ છે.
શ્રી નિલકંઠ મહાદેવ
ગઢપુર મંદિરના મુખ્‍ય ગેટની બાજુમાં ગઢપુરમાં આવતા યાત્રીકો માટે સુંદર અતિથિ ભુવન છે જેમાં સીત્‍તેર (૭૦) રુમો છે.
શ્રી અતિથિ ભુવન
ગઢપુરમાં આવતા ભકતો માટે મંદિરમાં દરબારગઢ પાછળ મહારાજ જયાં માણકી ઘોડી બાંધતા ત્‍યાં સુંદર અને ભવ્‍ય માણકી ભુવન (ઉતારા) બાંધવામાં આવ્‍યા છે જેમાં ૬૬ રુમો ઉતારા માટે છે.
માણકીભુવન
આ ધર્મશાળા મંદિરથી નજીક આવેલ છે જેમાં યાત્રીકો માટે રહેવાની સુંદર વ્‍યવસ્‍થા છે.
લીંબડાવાળી ધર્મશાળા
  ગઢપુરમાં આવતા યાત્રીકો માટે રહેવાની સુંદર સગવડતા યુકત આ ધર્મશાળા છે જે લક્ષ્‍મીવાડીએ જતા રસ્‍તામાં આવે છે.
લાકડાની ધર્મશાળા
 
 

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Durgpurmahatmya.com  | www.Bhaktibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Laxmiwadi.com  | www.Naliyeridhar.com  | www.Unmattganga.com  |
www.Bhaktachintamani.com  | www.Gadhpur.com  | www.Sahastradhara.com  | www.gopinathjimaharaj.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :