રત્‍નકણિકા

 
  • પોતાને માટે સુખ ઇચ્‍છવાથી નાશવંત સુખ મળે છે. અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.

  • નાશવંત સુખનો સર્વથા ત્‍યાગ કરવાથી અવિનાશી સુખની પ્રાપ્તિ થઇ જાય છે.

  • સુખ ભોગવાનાને માટે સ્‍વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે અને સુખદુઃખ બન્‍નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્‍ત કરવાને માટે આ મનુષ્‍યલોક છે.

  • સંસારના સંબંધ વિચ્‍છેદથી જે સુખ ભળે છે, તે સંસારના સંબંધથી કદી મળી શકતુ જ નથી.

  • જયાં સુધી નાશવંતનું સુખ લેતા રહેશો ત્‍યાં સુધી અવિનાશી સુખી પ્રાપ્તિ થશે નહિ.

  • સારાપણાંનું અભિમાન બૂરાઇની જડ છે.

  • સ્‍વાર્થ અને અભિમાનનો ત્‍યાગ કરવાથી સાધુતા આવે છે.

  • પોતાની બુદ્ધિનું અભિમાન જ શાસ્‍ત્રોની સંતોની વાતોને અંતઃકરણમાં ટકવા દેતું નથી.

  • વર્ણ આશ્રમ વગેરેની જે વિશેષતા છે તે બીજા ઓની સેવા કરવાને માટે છે. અભિમાન કરવાને માટે નથી.

  • તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ પેદા થશે. તે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં કરો.

  • જ્ઞાન મુકત કરે છે, પણ જ્ઞાનનું અભિમાન નરકોમાં લઇ જાય છે.

  • સાંસારિક વસ્‍તુ મળવાથી તો અભિમાન આવી શકે છે, પણ ભગવાન મળવાથી અભિમાન આવી શકતું જ નથી, પણ અભિમાનનો સર્વથા નાશ થઇ જાય છે.

  • સ્‍વાર્થ અને અભિમાનનો તગાય કર્યા વિના મુનષ્‍ય શ્રેષ્‍ઠ બની શકતો નથી.

  • જયાં જાતિનું અભિમાન હોય છે, ત્‍યાં ભકિત થવી ઘણી કઠણ છે કારણ કે ભકિત સ્‍વયંથી થાય છે. શરીરથી નહીં. પરંતુ જાતિ શરીરની હોય છે, સ્‍વયંની નહી.

  • જયાં સુધી સ્‍વર્થ અને અભિમાન છે, ત્‍યાં સુધી કોઇની પણ સાથે પ્રેમ થઇ શકતો નથી.

  • જેને માટે મનુષ્‍ય-જન્‍મ મળ્યો છે. તે મરમાત્‍મા પ્રપ્તીનો જ ઉદ્દેશ્‍ય થઇ જવાની મનુષ્‍યને સાંસારિક સિધ્ધિ-અસિધ્ધિ તકલીફ આપી શકતી નથી.

  • જેમ રોગીનો ઉદ્દેશ નિરોગી થવાનો છે. તે રીતે જ મનુષ્‍યનો ઉદ્દેશ પોતાનું કલ્‍યાણ કરવાનો છે. સાંસારિક સિદ્ધિ-અસિદ્ધિને મહત્‍વ નહી આપવાથી અર્થાત તેમા સમ રહેવાથી ઉદ્દેશ્‍યની સિદ્ધિ થાય છે.

  • જયારે સાધકનો એકમાત્ર ઉદ્દેશ્‍ય પરમાત્‍મા-પ્રાપ્તિનો થઇ જાય છે ત્‍યારે તેની પાસે જે પણ સામગ્રી (વસ્‍તુ, પરિસ્થિતી વગેરે) હોય છે તે બધી સાધનપ (સાધન-સામગ્રી) થઇ જાય છે.

  • એક પરમાત્‍મા-પ્રાપ્તિનો દ્દૃઢ ઉદ્દેશ્‍ય હોવાથી અંતઃકરણની જેટલી જલદી અને જેવી શુદ્ધિ થાય છે, તેટલી જલ્‍દી અને તેવી શુદ્ધિ અન્‍ય કોઇ અનુષ્‍ઠાનથી થતી નથી.

  • ઇન્દ્રિયો દ્વારા ભોગ તો પશુ પણ ભોગવે છે, પણ તે ભોગોને ભોગવવા એ મનુષ્‍ય-જીવનને ઉદ્દેશ્‍યની ખાસ જરુરીયાત છે. જો પોતાના કલ્‍યાણનો ઉદ્દેશ્‍ય જ દ્દૃઢ નહીં હોય તો સાધકની સિદ્ધિ કેવી રીતે મળશે.

  • એક પરમાત્‍મા-પ્રપ્તિનો ઉદ્દેશ્‍ય હોવાથી પણ કોઇ પણ સાધન નાનુ-મોટું હોતું નથી.

  • જે વસ્‍તુ પરિસ્થિતિ વગેરે હાલમાં નથી. તેને પ્રાપ્‍ત કરવામાં પોતાની સફળતા યા ચતુરાઇ માનવી મહાન ભૂલ છે. જે વસ્‍તુ હાલમાં નથી અને તે મળ્યા પછી પણ હંમેશાં રહેશે નહીં. આ નિયમ છે. અને જે હંમેશાં રહેશે. એવી વસ્‍તુ (પરમાત્‍મતત્‍વ)ને પ્રાપ્‍ત કરવામાં જ વાસ્‍તવિક, સફળતા યા ચતુરાઇ છે.

  • પારમાર્થિક ઉન્‍નતિ કરવાવાળાની બૌધિક ઉન્‍નતિ આપોઆપ થાય છે.

  • વિચાર કરો-આપણે આપણી જાણકારીનો જાતે જ અનાદર કરીશું તો પછી આપણી ઉન્‍નતી કેવી રીતે થશે. ?

  • વાસ્‍તવિક ઉન્‍નતી છે - સ્‍વભાવ શુદ્ધ થવો.

  • સાંસારિક ઉન્‍નતી વર્તમાન વસ્‍તુ નથી અને પારમાર્થિક ઉન્‍નતી ભવિષ્‍યની વસ્‍તુ નથી.

  • જે આરામ ચાહે છે. તે પોતાની વાસ્‍તવીક ઉન્‍નતી કરી શકતો નથી.

  • શરીર-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ સાથે આપણો સંબંધ ન રાખવો તે જ સાચુ એકાંત છે.

  • મનુષ્‍ય પ્રત્‍યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્‍યનું પાલન કરી શકે છે. કર્તવ્‍યનું અથાર્થ સ્‍વરુપ છે - સેવા. અર્થાત સ્‍વરુપ છે - સેવા અર્થાત સંસારથી મળેલા શરીર વગેરે પદાર્થોને સંસારના હિતમાં લગાડવાં.

  • પોતાનાં કર્તવ્‍યનું પાલન કરવાવાળા મનુષ્‍યના ચિત્તમાં સ્‍વાભાવિક પ્રસંન્‍નતા રહે છે. આનાથી વિપરીત પોતાના કર્તવ્‍યનું પાલન ન કરવામાં મનુષ્‍યના ચિત્તમાં સ્‍વામાવિક ‍ખિન્‍નતા રહે છે.

  • સાધક આસકિતર હિત ત્‍યારે થઇ શકે છે. જયારે તે શરીર ઇન્દ્રિયો-મન-બુદ્ધિને મારા અથવા મારા માટે નહી માનીને. માત્ર સંસારના અને સંસારને માટેજ માનીને સંસારના હિતને માટે તત્‍પરતા પૂર્વક કર્તવ્‍ય-કર્મનું આચરણ કરવામાં લાગી જાય.

 

((પરત))               ((મુખ્‍ય પેઇઝ))               ((વધુ વાંચો))

 

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Durgpurmahatmya.com  | www.Bhaktibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Laxmiwadi.com  | www.Naliyeridhar.com  | www.Unmattganga.com  |
www.Bhaktachintamani.com  | www.Gadhpur.com  | www.Sahastradhara.com  | www.gopinathjimaharaj.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :