સાંસારિક દુઃખોથી વ્યથિત વ્યકિતઓના રદય-તાપનું શમન કરવા માટે અને
શાશ્ર્વત સુખની શોધમાં નિમગ્ન પરમાર્થ -પથ પથિકોને
માર્ગદર્શન આ,વાને માટે રત્નકણિકાઓ મુકવામાં આવેલી
છે.
રત્નકણિકાઓની નાની-નાની બાબતોમાં પણ બહુ વિશેષ અર્થ
સમાયેલો હોય છે. તેને વાંચવામાં વધુ સમય પણ લાગતો
નથી અને રદયમાં ઉતારવાન. માટે કોઇ શ્રમ પણ પડતો નથી
વિવિધ વિષયો સંબંધિત આ સાર વાતો સૌને માટે ઉપયોગી
છે. અને દરેક સમયે ઉપયોગી છે. ન જાણે કયારે કઇ વાત
કોની જીવનધારાને બદલી દે ! તે માટે રત્નકણિકાઓના
સંગાથ. પોતાના જીવનને સરસ, સુખદ અને સફળ બનાવવાનો
પ્રયત્ન કરવો જોઇએ.